ભારતીય બજારમાં સળંગ છઠ્ઠા દિવસે ઘટાડો, સેન્સેક્સ 400 પોઇન્ટ ઘટ્યો
ભારતીય શેરબજારોમાં ઘટાડો જારી છે, સળંગ છઠ્ઠા દિવસે ભારતીય બજારે ઘટાડો નોંધાવ્યો છે

અમદાવાદઃ મધ્યપૂર્વમાં જળવાયેલી તનાવગ્રસ્ત સ્થિતિ અને ક્રૂડ ઓઇલના ઊંચા ભાવના કારણે શેરબજારમાં ઘટાડો જારી છે. બીએસઇ સેન્સેક્સ સળંગ છઠ્ઠા દિવસ ઘટ્યો હતો અને તેણે બુધવારે 400થી પણ વધુ પોઇન્ટનો ઘટાડો નોંધાવ્યો હતો. તેની સાથે-સાથે નિફ્ટી પણ ઘટ્યો હતો અને તેણે પણ સપોર્ટ લેવલ તોડતા 24,100ની નીચે ઉતરી ગયો હતો. બીએસઇ સેન્સેક્સે 77,218.05 પર ખૂલ્યા પછી 77,347.81નું ટોપ બનાવ્યા બાદ 76,823.91નું તળિયું બનાવ્યું હતું.
નિફ્ટી બેન્ક પણ દબાણ હેઠળ હતો. તે પણ 100થી વધુ પોઇન્ટ ડાઉન હતો. નિફ્ટી બેન્ક 57 હજારથી 58,000ની રેન્જમાં ચાલે છે. નિફ્ટીએ જો ઉપરની સપાટી સતત જાળવવી હશે તો મંગળવારની ઊંચી સપાટી 24,266ની ઉપર સતત રહેવું પડશે.
બુધવારના રોજ એશિયન ઇક્વિટીમાં તીવ્ર ઘટાડો થયો હતો કારણ કે સેમિકન્ડક્ટર શેરોમાં ભારે ઘટાડો થયો હતો, જેના કારણે બોન્ડ યીલ્ડમાં વધારો અને ક્રૂડના ભાવમાં મજબૂતી જોવાઈ હતી, જેના કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટમાં ઘટાડો થયો હતો. યુએસ ટેક શેરોમાં મોટી વેચવાલી બાદનો આ ઘટનાક્રમ છે, જેમાં ટેક-હેવી નાસ્ડેક કમ્પોઝિટ 1.33% ઘટ્યો હતો.
MSCIનો એશિયા પેસિફિક બેન્ચમાર્ક એક ટકા થી વધુ ઘટ્યો હતો, જેમાં દક્ષિણ કોરિયાને સૌથી વધુ નુકસાન થયું હતું કારણ કે કોસ્પી 6.37% ઘટ્યો હતો, જ્યારે જાપાનનો નિક્કી 225 અને ટોપિક્સ 2% થી વધુ ઘટ્યો હતો. હેંગ સેંગ ફ્યુચર્સ 0.3% ઘટ્યા હતા.
આ ઉપરાંત સંયુક્ત આરબ અમીરાતે જણાવ્યું હતું કે ઈરાનથી તેના તરફ છોડવામાં આવેલી બે બેલિસ્ટિક મિસાઈલો સમુદ્રમાં પડી હતી, જે મે મહિના પછી તેહરાનનો ગલ્ફ કન્ટ્રી પરનો પહેલો જાણીતો હુમલો હતો, જે દર્શાવે છે કે વ્યાપક પ્રાદેશિક સંઘર્ષ કેવી રીતે વધતો જાય છે.
આ ઘટનાને કારણે બ્રેન્ટ ક્રૂડના ભાવ 0.3% વધીને $91.30 પ્રતિ બેરલ થયા છે કારણ કે અમેરિકા અને ઈરાન હોર્મુઝ સ્ટ્રેટના નિયંત્રણ અંગે મડાગાંઠમાં જારી છે. વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ 0.4% વધીને $85.31 પર પહોંચી ગયું છે.

Also Read

રિઝર્વ બેન્કે રેપો રેટ વધારતા બજારમાં 429 પોઇન્ટ ખાબક્યુ, નિફ્ટી 22,600ની નજીક

રિઝર્વ બેન્કે રેપો રેટ વધારતા અને ક્રૂડ ઓઇલ વધતા બજાર 500 પોઇન્ટ ખાબક્યું

ડેટા સેન્ટર્સને કારણે રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજી

Opening Bell: માર્કેટ ખુલતાં જ સેન્સેક્સ 400થી વધુ પોઈન્ટ તૂટ્યો

Vans Electroengineerings Listing: 90% પ્રીમિયમ બાદ શેરમાં 5%ની અપર સર્કિટ

Asian Markets: મોંઘા ક્રૂડે બગાડી બાજી! $101 ક્રૂડ અને બોન્ડ યીલ્ડથી રોકાઈ તેજી

Global Cues : GIFT Niftyથી Wall Street સુધી ક્યાં જોવા મળી રહી છે તેજી

Stocks In News | 7 October 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે








