કઈ જ્વેલરી કંપનીના પ્રમોટરોએ વોરંટ્સનું ઇક્વિટીમાં કર્યુ રૂપાંતર
કંપનીએ ગુરુવારે 24 સપ્ટેમ્બર 2026ના રોજ એક્સ્ચેન્જને જણાવ્યું હતું કે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના પ્રમોટર અને મેનેજિંગ ડિરેક્ટર બલરામ ગર્ગને 3.63 કરોડ શેર ફાળવવામાં આવ્યા હતા.

અમદાવાદઃ જ્વેલરી કંપની પીસી જ્વેલર ઇન્ડિયાના શેર ગુરુવારે રોકાણકારોના રડાર પર હતા. કંપનીએ ગુરુવારે 24 સપ્ટેમ્બર 2026ના રોજ એક્સ્ચેન્જને જણાવ્યું હતું કે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના પ્રમોટર અને મેનેજિંગ ડિરેક્ટર બલરામ ગર્ગને 3.63 કરોડ શેર ફાળવવામાં આવ્યા હતા. તેમને આ શેર 3.63 કરોડ ફુલી કન્વર્ટિબલ વોરંટ્સના બદલામાં જારી કરવામાં આવ્યા હતા. હવે કંપની તેને ઇક્વિટીમાં પરિવર્તીત કરી રહી છે. આ માટે તેમણે રૂ. 49.08 કરોડની રકમ જમા કરી, જે વોરંટની ઇશ્યૂ કિંમતના 75 ટકા છે.
આ શેરની ફેસ વેલ્યુ પ્રતિ શેર એક રૂપિયો છે. કંપનીએ જે શેરો આપ્યા તેને ઇક્વિટી શેરોના બરોબર અધિકાર મળશે. આ પહેલા 18 સપ્ટેમ્બર 2025ના રોજ બલરામ ગર્ગને 9,72,22,222 વોરંટ્સનું પ્રેફરન્સિયલ એલોટમેન્ટ કરવામાં આવ્યું હતું. હવે આટલા જ વોરંટ્સનું ઇક્વિટીમાં રૂપાંતર કરવામાં આવ્યું છે.
કંપનીની પેઇડ અપ ઇક્વિટી કેપિટલ પહેલા રૂ. 977.14 કરોડ હતી, જે 97.71 કરોડ શેરોમાં વહેંચાયેલી છે. હવે એલોટમેન્ટ પછી તે રૂ.980.78 કરોડ થઈ છે. કંપનીની પાસે 98.08 કરોડ ઇક્વિટી શેર છે. કંપનીના શેરનો ભાવ બીએસઈ પર 0.70 ઘટીને રૂ. 14.15 થયો છે. જ્યારે ગઇકાલે તે રૂ. 14.25 પર બંધ હતો. જો કે તેણે દિવસ દરમિયાન રૂ. 14.45ની હાઈ બનાવી હતી.
કંપનીએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેણે 30 સપ્ટેમ્બર, 2024 ના રોજ થયેલા સમાધાન કરાર મુજબ વધુ એક બેંકનું સંપૂર્ણ બાકી દેવું ચૂકવી દીધું છે. આ સાથે, કંપનીએ હવે 14 કન્સોર્ટિયમ બેંકોમાંથી 13 બેંકોનું સંપૂર્ણ બાકી દેવું ચૂકવી દીધું છે. ખાસ વાત એ છે કે બધી ચૂકવણી નિર્ધારિત સમયમર્યાદા પહેલાં કરવામાં આવી છે.
આ ચુકવણી પછી, કંપનીએ બેંકોના કુલ બાકી દેવાના 99% થી વધુ ચૂકવી દીધા છે. હવે 1% કરતા પણ ઓછું દેવું બાકી છે, જે કંપની આ મહિને ચૂકવવાનું અને સંપૂર્ણપણે દેવામુક્ત થવાનું લક્ષ્ય રાખે છે. કંપનીના મતે, દેવાની સંપૂર્ણ ચુકવણીથી તેની બેલેન્સ શીટ અને નાણાકીય સ્થિતિ મજબૂત થશે.
આ પણ વાંચોઃ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Also Read

રિઝર્વ બેન્કે રેપો રેટ વધારતા બજારમાં 429 પોઇન્ટ ખાબક્યુ, નિફ્ટી 22,600ની નજીક

રિઝર્વ બેન્કે રેપો રેટ વધારતા અને ક્રૂડ ઓઇલ વધતા બજાર 500 પોઇન્ટ ખાબક્યું

ડેટા સેન્ટર્સને કારણે રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજી

Opening Bell: માર્કેટ ખુલતાં જ સેન્સેક્સ 400થી વધુ પોઈન્ટ તૂટ્યો

Vans Electroengineerings Listing: 90% પ્રીમિયમ બાદ શેરમાં 5%ની અપર સર્કિટ

Asian Markets: મોંઘા ક્રૂડે બગાડી બાજી! $101 ક્રૂડ અને બોન્ડ યીલ્ડથી રોકાઈ તેજી

Global Cues : GIFT Niftyથી Wall Street સુધી ક્યાં જોવા મળી રહી છે તેજી

Stocks In News | 7 October 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે









